52 વર્ષીય મલાઇકા અરોરા અશ્લીલ ડાન્સ માટે ટ્રોલ થઈ

બોલિવૂડની ગ્લેમર ક્વીન મલાઇકા અરોરા વિવાદમાં સપડાઈ છે. રેપર હની સિંહના એક ગીતમાં એક્ટ્રેસનો ડાન્સ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ભડકી ગયા છે. યુઝર્સ હની સિંહના ભોજપુરી સ્ટાઇલના ‘ચિલગમ’ ગીતમાં મલાઇકાના ડાન્સને ‘અશ્લીલ’ અને ‘વાહિયાત’ ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ અને રેપરને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કેટલાક નેટિઝન્સે વીડિયો હટાવવાની માગ પણ કરી છે.

હની સિંહના ’51 ગ્લોરિયસ ડેઝ’ આલ્બમમાંનું ગીત ‘ચિલગમ’ આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ગઈકાલે ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હંમેશાં પોતાની ફિટનેસ અને બોલ્ડ કપડાં માટે જાણીતી મલાઇકાએ આ ગીતમાં પણ ખૂબ ગ્લેમરસ કપડાં પહેર્યાં છે.

‘ચિલગમ’ ગીતની શરૂઆતમાં મલાઇકા રેડ અને બ્લેક કલરના કટ-આઉટ સ્ટાઇલના બોડીકોન ડ્રેસમાં જોવા મળે છે, જે પાર્ટીની વાઇબ આપે છે. જ્યારે તેના બીજા લુકમાં તેણે ચિતા પ્રિન્ટના ફુલ-સ્લિવ્સ ટોપને બ્લુ ડેનિમ સાથે પેર કર્યું છે. ઉપરાંત માથાપટ્ટી, નથણી, કંદોરો અને હાથમાં ઘણી બધી બેંગલ્સ સાથે ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન લુક પહેર્યો છે. આ ઉપરાંત તેણે બ્લેક કલરના બોડી ફિટેડ શીમરી કેટસૂટ પહેર્યો છે. આ સિક્વિનવાળા કેટસૂટમાં શિયર મેશ પેનલ્સ (ઘણી જગ્યાએથી ટ્રાન્સપરન્ટ) આપેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *