બ્રિજેશ પુરસોત્તમ રાય (ઉં.વ.20) ગઈકાલે સાંજે પોતાના સાથી શ્રમિકો અને મિત્રો સાથે આજીડેમમાં ન્હાવા ગયો હતો. જ્યાં ન્હાતી વખતે પાણીમાં ડૂબવા લાગ્યો હતો, તેને પાણીમાંથી બહાર કાઢતા બેભાન થઈ ગયો હતો. આ બનાવ અંગે 108ને જાણ કરતા 108ના ઇએમટીએ સ્થળ પર પહોંચી બ્રિજેશને મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મજૂરી કામ કરતો હોવાનું અને તે મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. હાલ આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય બનાવ રાજકોટ શહેરમાં રહેતા મોહસીન રસીદ મુલતાનીએ પોતાના અને અન્ય લોકોના નાણાની ઠગાઈ થયેલ હોઈ જેથી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ બ્લોક ઓરા કંપનીના નામે ટી.એ.બી.સી. નામના કોઈનનું લિસ્ટીંગ કરાવી ઊંચું વળતર મળશે તેવી લોભ-લાલચ આપી 62 લોકો પાસેથી 4 કરોડ રૂપિયા ઉઘરાવી છેતરપિંડી આચરી હતી જે કેસમાં પોલીસે મહંમદ મીઠાણી અને અમઝદ મુલતાનીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ દરમ્યાન આરોપીઓએ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયા મેળવ્યા હોવાનું અને રોકાણકારોને પૈસા પરત આપ્યા ન હોવાનું સામે આવ્યું હતું.
જેલમાં બંધ બંને આરોપીએ જામીન પર છૂટવા અરજી કરી હતી જેમાં આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, આક્ષેપો ગંભીર પ્રકારના છે માટે આક્ષેપોને સમર્થન આપે તેવા પુરાવાઓની ઉપસ્થિતિ હોવી જરૂરી છે. જો કે ફરિયાદને સમર્થન આપતા પુરાવા મળી આવેલ નથી માટે જામીન આપવા જોઈએ જેથી કોર્ટે આરોપી તરફે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીના જામીન મંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે.