પાઇલોટ મોડો આવતા ફ્લાઈટ મોડી પડી. આવું ભાગ્યે જ આપે સાંભળ્યુ હશે, પરંતુ આવું હકીકતમાં થયું છે. 5 નવેમ્બરની ઈન્ડિગોની મુંબઈથી રાજકોટની ફ્લાઇટ 3 કલાક મોડી પડતા મુસાફરોનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો. જે અંગે એક મુસાફરે પોતાનો રોષ X પર વ્યક્ત કર્યો છે. જોકે બાદમાં સોશિયલ મીડિયામાં ટ્વિટ અને વીડિયો વાઇરલ થતા એર લાઇન્સનો પાઇલોટ પહોંચી ગયો હતો અને બાદમાં ફ્લાઇટની ઉડાન શક્ય બની હતી.
ઈન્ડિગોની ફ્લાઈટ તારીખ 5 નવેમ્બરના IGO 6133 મુંબઈથી 7.25એ ઉપડવાને બદલે 11.24એ ઉપડી હતી. જે ફ્લાઇટ રાજકોટ 8.30ને બદલે 12.08 વાગ્યે પહોંચી હતી. જ્યારે રાજકોટથી આ ફ્લાઈટ સવારે 9 વાગ્યાને બદલે 12.57 વાગ્યે ઉપડી હતી. જેને કારણે 100 થી વધુ મુસાફરો હેરાન થયા હતા.
એરલાઇન પર સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો ઇન્ડિગોના એક મુસાફરે તેમના વિમાનને પાઇલોટના મોડું આવવાને કારણે ત્રણ કલાકથી વધુ વિલંબ થયો હોવાથી એરલાઇન પર સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. મુંબઈ (T2) થી રાજકોટ જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 6133માં બુકિંગ કરાવનાર મુસાફરે આખી પરિસ્થિતિ વિશે કોઈ ‘સ્પષ્ટતા’ કે ‘જવાબદારી’ વગર વિમાનની અંદર બેસાડી રાખવાનો વિગતવાર હિસાબ શેર કર્યો હતો.