રાજકોટમાં વૃધ્ધાને ઘરઘાટી ઉપર વિશ્વાસ મુકવો ભારે પડ્યો

રાજકોટ શહેરમાં કેરટેકર મહિલાએ મકાન માલિક વૃદ્ધાના ઘરમાંથી જ રૂ.11.20 લાખની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના માલવીયાનગર વિસ્તારમાં કેરટેકર તરીકે કામ કરતી ન્યારા ગામની મહિલાએ ત્રણ માસમાં અલગ અલગ સમયે 83 ગ્રામ સોનુ અને રોકડ સેરવી લઈ પોતાના ઘર ભેગું કર્યું હતું જે અંગે પુત્રએ તપાસ કરતાં ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ પછી મહિલાની પુછપરછ કરતા પોતે ચોરી કર્યાની કબૂલાત આપતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે બંટી બબલીની ધરપકડ કરી 9.41 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર પ્રધુમન ગ્રીન સીટી એપાર્ટમેન્ટમાં રહેતાં ધીરેનભાઈ હીરાલાલ વાધર (ઉ.વ.54)એ માલવીયાનગર પોલીસમાં ન્યારા ગામમાં રહેતી ભાવના રમેશ ભૂત નામની મહિલા સામે પોતાના રહેણાંક મકાનમાંથી કટકે કટકે રોકડ અને સોનુ મળી રૂ.11.20 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીના માતા હર્ષાબેન હીરાલાલ વાઘર (ઉ.વ.83) માલવીયાનગર મેઇન રોડ પંચશીલ સ્કુલ પાસે એકલા રહેતા હોવાથી તેની સારસંભાળ માટે રાજકોટની ગીતાંજલી હોમ હેલ્થકેર નામની એજન્સી મારફતે ભાવના ભૂતને ઓગષ્ટ મહીનાથી કેરટેકર તરીકે રાખ્યા હતા જે માતાની સતત રાત-દીવસ સેવા ચાકરી કરતી હતી જેના ભાવનાબેનને રોજના રૂ.1400 ચૂકવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *