નકલી પોલીસ મિહિર કુંગશીયા સામે વધુ એક ગુનો નોંધાયો

નકલી પોલીસ માટે પંકાયેલા રાજકોટના મિહિર કુંગશીયા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે છોકરી સાથે ખોટા કામ કરવા આવ્યો છો કહી સરધારના યુવાન પાસેથી આરોપી મિહિરે રૂપિયા 95 હજાર પડાવી લેતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા જેલમાં રહેલ આરોપી મિહિરનો કબ્જો લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સરધારનો યુવક અમદાવાદ ફાર્મા કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જતો હતો. આ દરમિયાન રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન જતો હતો. આ દરમિયાન મિહિરે પોલીસની ઓળખ આપી ખોટી ફરિયાદની ધમકી આપી રૂપિયા 95,000 પડાવી લીધા હતા.

ફાર્મા કંપનીમાં નોકરી કરતા યુવાને નોંધાવી ફરિયાદ સરધાર ગામે શાંતીનગર વૃંદાવન સોસાયટીમાં રહેતાં જીજ્ઞેશ કીરીટભાઇ વ્યાસ (ઉ.વ.43)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કુખ્યાત મિહિર કુંગશીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, પોતે ફાર્મા કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા.30 ઓક્ટોબરના રોજ અમદાવાદ ફાર્મા કંપનીમાં નોકરી અંગેનો મૌખિક ઇન્ટરવ્યુ હતું. જેથી, સરધારથી એસટી બસમાં સાંજે 5 વાગ્યે અમદાવાદ જવા માટે નીકળ્યો હતો. આ પછી 6.30 વાગ્યે રાજકોટ બસ સ્ટેન્ડમાં ઉતરી ત્યાંથી ટ્રેનમાં અમદાવાદ જવાનુ હતું. બસ સ્ટેન્ડ બહારથી રેલ્વે સ્ટેશન જવા માટે ઓટો રિક્ષામાં બેઠો હતો. આ સમયે તેમની પાસે એક થેલો હતો અને થેલામાં સર્ટિફિકેટ તેમજ રોકડ રૂપિયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *