વકીલોના પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના નિર્દેશ અનુસાર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મળેલી સૂચના પ્રમાણે ફેબ્રુઆરી, 2022 સુધીમાં નોંધાયેલા તમામ વકીલો પાસેથી પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરાવવાની કામગીરી ચાલુ છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાજ દ્વારા તા.30-10 સુધી જેમને પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ બાકી હોય તેમને આ ફોર્મ ભરી દેવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ દિવાળીના લીધે હાઇકોર્ટ અને જિલ્લા અદાલતોમાં વેકેશન હોવાના કારણે વકીલો હજુ સુધી પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરી શક્યા નથી.

તેથી જુદા-જુદા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો દ્વારા 10 દિવસનો વધુ સમય આપવા રજૂઆત થતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા પ્રેકટસી વેરીફિકેશન ફોર્મ ભરવાની મુદ્દતમાં તા.10-11 સુધી વધારો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *