મનોજ કુમારની ક્લાસિક ફિલ્મ ‘શિરડી કે સાંઈ બાબા’ (1977)માં સાઈબાબાની યાદગાર ભૂમિકા ભજવનાર 86 વર્ષીય સુધીર દલવીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના સારવાર માટે પરિવારે 15 લાખ રૂપિયાની મદદની અપીલ કરી છે.
અહેવાલો મુજબ પીઢ એક્ટરને મુંબઈની લિલાવતી હૉસ્પિટલમાં 8 ઓક્ટોબરે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ગંભીર સેપ્સિસ બીમારી સામે લડી રહ્યા છે, જે એક જીવલેણ ચેપ છે. હાલમાં સુધીર દલવીને સઘન સારવારની જરૂર છે.
પીઢ એક્ટરનો તબીબી ખર્ચો પહેલેથી જ ₹10 લાખને વટાવી ચૂક્યો છે. ત્યારે પરિવાર વધતા જતા ખર્ચને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ડૉક્ટરોના અંદાજ મુજબ સારવારનો કુલ ખર્ચ ₹15 લાખ સુધી પહોંચી શકે છે. પરિણામે તેમના પરિવારે ચાહકો અને ફિલ્મ જગતના સભ્યો પાસે નાણાકીય મદદ માટે અપીલ કરી છે.