કોટડાસાંગાણીના દુકાનદારો પડતર માગણીઓ મુદ્દે આંદોલનના મૂડમાં

કોટડાસાંગાણી તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓના ઉકેલ અંગે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. તાલુકાના ફેર પ્રાઇઝ શોપ એસો. દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે અમારી વર્ષો જૂની અને ગંભીર પડતર માંગણીઓ અંગે અવાર નવાર રજૂઆત કરાઇ છે

જેમાં કમિશનમાં વધારો, ઈ- પ્રોફાઈલમા તકેદારી સહાયકનો ઉમેરો, સીંગલ ફીગર પ્રીન્ટ દ્વારા જથ્થાનું વિતરણ, સમિતિના સભ્યોના 80% ટકા બાયોમેટ્રિક વેરીફીકેશનો પરીપત્ર રદ કરવા, સમયસર કમિશનની ચુકવણી અને ટેકનીકલ, વહીવટ પ્રશ્નોના નિરાકરણ જેવી માગણીઓનો સમાવેશ કરાયો છે તેમ છતાં તેનો કોઇ જ ઉકેલ આવ્યો નથી.

આથી ગુજરાત રાજ્યના બંને સંગઠન ઓલ ગુજરાત ફેરપ્રાઈઝ શોપ એસોસીએશન અને ગુજરાત ફેર પ્રાઇઝ શો એન્ડ કેરોસીન લાઈસન્સ બોલ્ડર એસોસિયેશન દ્વારા નિણર્ય લેવાયો છે કે અમારી માગણીઓનુ નિરાકરણ લેવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. આ નિર્ણયના ભાગરૂપે નવેમ્બર -2025 માસના જથ્થાના ચલણ નહીં ભરવા અને ૧ નવેમ્બર -2025થી વિતરણ પ્રક્રિયાથી સંપૂર્ણ પણે અળગા રહેવાના છીએ.

મોરબી જિલ્લાના વ્યાજબી ભાવની દુકાનો ધરાવતા દુકાનદારોએ લાંબા સમયથી પડતર માંગણીઓ માટે અવારનવાર રજૂઆત કરી રહ્યા હોવા છતાં પડતર માંગણી ન ઉકેલાતા અંતે વ્યાજબી ભાવની દુકાનો ધરાવતા દુકાનદારોએ લડતનું શસ્ત્ર ઉગામ્યુ છે. આથી મોરબી જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોશીએશને ઘણા સમયથી વણ ઉકેલ રહેલા પડતર પ્રશ્નોનો ઉકેલ આવે અને ન્યાય મળે તે માટે આજે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી તા.1 નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *