28 વર્ષ બાદ સરકારમાં રાજકોટનો શૂન્યાવકાશ

નવા મંત્રીમંડળમાં રાજકોટના એકપણ ધારાસભ્યને સમાવેશ નહીં કરીને 28 વર્ષ પહેલાના ઇતિહાસનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની મંત્રીમંડળમાં સમાવેશ થતો હતો જ. રાજકોટે ત્રણ મુખ્યમંત્રી પણ આપ્યા છે ત્યારે આ વખતે રૂપાણીની ખોટ 100 ટકા વર્તાઈ છે.

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરની મંત્રીમંડળમાંથી બાદબાકી એ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આંચકાનજક બાબત છે, પરંતુ આ સ્થિતિ માટે રાજકોટના જ રાજકારણીઓ જવાબદાર છે.

છેલ્લા 50 વર્ષના ગુજરાતના રાજકારણમાં સાડાત્રણ વર્ષને બાદ કરવામાં આવે તો રાજકોટનો મંત્રીમંડળમાં દબદબો રહ્યો છે, પરંતુ તા.10 ઓક્ટોબર 2025ના મંત્રીપદની જાહેરાત થઇ તેમાં રાજકોટના એકમાત્ર મંત્રી હતા.

તે ભાનુબેન બાબરિયાને હટાવી દેવાયા હતા અને અન્ય ત્રણ ધારાસભ્યોમાંથી એકપણને મંત્રીપદ આપવામાં આવ્યું નથી, આ મુદ્દો હાલ રાજકોટ જ નહીં સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. રાજકોટમાં વિજયભાઇ રૂપાણી અને રમેશ રૂપાપરાનું જૂથ મહાનગરપાલિકાના હોદ્દાની વાત હોય સંગઠનની વાત હોય, ધારાસભાની ટિકિટ કે મંત્રીમંડળમાં કોના નામ આગળ ચલાવવા તેમાં નામની ચર્ચા કરતા અને સર્વસહમત નામ આગળ વધારતા અને તેના ફલસ્વરૂપે રાજકોટનું પ્રતિનિધિત્વ કાપવાનો વિચાર હાઇકમાન્ડને આવતો નહી પરંતુ વિજયભાઇના નિધન બાદ રાજકોટના રાજકારણમાં આવેલો બદલાવ રાજકોટ માટે પણ ઘાતક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *