મહિલા પોલીસે પતિ અને સાસુના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો’તો

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનના મહિલા પોલીસે કરેલા આપઘાત કેસમાં પોલીસે મરવા મજબુર કરવા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પોલીસના પતિ અને સાસુ વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાથી કંટાળી ઝેરી દવા પી અંતિમ પગલુ ભરી લીધાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હર્ષિતાબેનની માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

રાજકોટના ભીમનગર ચોક પાસે આવેલ વાંબે ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતા મુળ જામજોધપુરના જામવાડી ગામના વતની ગંગાબેન વિનોદભાઈ ધૂળા (ઉ.વ.48)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હર્ષ મનુ ભારડીયા અને ચંપાબેન મનુ ભારડીયાનું નામ આપતા આજીડેમ પોલીસે મરવા મજબૂર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે ફરિયાદમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરે છે તેઓને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે જેમાં સૌથી મોટી દીકરી હર્ષીતાબેનના લગ્ન 8 વર્ષ પહેલા તેણીના જુનાગઢ રહેતા નણંદના પુત્ર હર્ષ ભારડીયા સાથે થયા હતા તેને સંતાનમાં 6 વર્ષનો પુત્ર છે. જે પતિ અને પુત્ર સાથે કોઠારીયામાં શિવ ભવાની ચોક પાસે આવેલ સીલ્વર સ્પેસ નામના ફલેટમાં સાતમાં માળે રહેતી હતી અને તે બે વર્ષથી આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *