મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટે 16 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. અંબાણી પરિવારની નાની વહુના આ ખાસ દિવસ પર તેના મિત્રોએ કેટલીક ‘કેન્ડિડ’ અને ‘અનસીન’ તસવીરો શેર કરીને ખૂબ પ્રેમ વરસાવ્યો હતો.
જ્હાન્વી કપૂર, ઓરી અને અનન્યા પાંડે સહિતના સ્ટાર્સ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં રાધિકા પોતાના સ્ટાઇલિશ અને શાનદાર આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. રાધિકાના આ આઉટફિટ્સ જેટલા સુંદર છે, તેટલા જ મોંઘા પણ છે.
જાણો રાધિકા મર્ચન્ટના આઉટફિટ્સની કિંમત ગોલ્ડન ટોપ અને સારંગ સ્કર્ટ: એક તસવીરમાં રાધિકા ‘cultgaia’ બ્રાન્ડનો ‘Quella Top’ પહેરેલી જોવા મળી હતી. ગોલ્ડન કલરની સ્ટ્રિંગ્સમાંથી બનેલા આ ટોપને રાધિકાએ ‘brunellocucinelli_brand’ની સારંગ સ્કર્ટ સાથે પેર કર્યો હતો. સ્કર્ટ પર બ્રોન્ઝ ગોલ્ડ લિફ ડિઝાઇન હતી, જે તેને આકર્ષક બનાવી રહી હતી. રાધિકાના આ ટોપની કિંમત ₹54,800 જણાવવામાં આવી રહી છે
બીજી એક તસવીરમાં રાધિકાનો ગ્લેમરસ લુક જોવા મળ્યો. તે હોટ પિંક કલરનો મિની ડ્રેસ પહેરીને દોસ્ત સાથે ખિલખિલાટ હસતી નજર આવી. ડ્રેસની ઓફ-શોલ્ડર ડિઝાઇન અને ફિટેડ લુકે રાધિકાના ફેશન ગેમને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધી. આ ડ્રેસની કિંમત લગભગ ₹57,916 જણાવવામાં આવી છે.