મવડીમાં 22.4 લાખની અપસેટ કિંમત સામે દુકાનનો ભાવ 57.70 લાખ આવ્યો

રાજકોટમહાનગરપાલિકા દ્વારા, સેલેનીયમ હાઈટ સામે, મવડી-પાળ રોડ પર મવડી ટી.પી. સ્કીમ 27, એફ.પી. 41-એ ખાતે વેસ્ટઝોન પેકેજ-3 હેઠળ તૈયાર થયેલ શિવ ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનોની જાહેર હરરાજી યોજાઇ હતી. જેમાં મનપાને 4.66 કરોડની આવક થઇ છે. 12 દુકાનોની હરરાજીમાં અપસેટ કિમત રૂ.273.95 લાખ રાખવામાં આવેલ જેની સામે હરરાજીની કિમત રૂ.466.5 લાખ મળી છે. આ 12 દુકાનો પૈકી દુકાન નં. ક 1ની અપસેટ કિમત રૂ. 22.4 લાખ રાખવામાં આવી હતી. જેની સામે હરરાજીની કિમત રૂ. 57.70 લાખ આવતા 12 દુકાનમાં સૌથી ઉચી ઉપજ થઈ છે.

દિવાળી પૂર્વે મવડીના આ શોપીંગ સેન્ટરમાં મનપાને સારો એવો ભાવ મળ્યો છે. આથી હવે તુરંતમાં અન્ય દુકાનોની હરરાજી કરવામાં આવશે તેમ માનવામાં આવે છે. હજુ નજીકના ભવિષ્યમાં અન્ય લોકેશન પર હરરાજી હાથ ધરવામાં આવનાર હોય મહાપાલિકાની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું અથવા એસ્ટેટ શાખાનો સંપર્ક કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *