ટ્રોમા સેન્ટરમાં આવેલા ટીબી વોર્ડમાં વેન્ટીલેટરમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટ, વૃદ્ધ દર્દી મોઢાનાં ભાગે દાઝયા

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઇને કોઇ બાબતે લઇ ચર્ચામાં આવતી રહે છે. ત્યારે ગત રાત્રે સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટની દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં ટ્રોમા સેન્ટરમાં આવેલા ટીબી વોર્ડમાં વેન્ટીલેટરમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટ થતાં વૃધ્ધ દર્દી ગંભીર રીતે દાઝી ગયા હતા. વેન્ટીલેટરમાંથી ધુમાડા નિકળતા વૃધ્ધ મોઢાનાં ભાગે દાઝયા હતા. જેને લઈને થોડીવાર માટે દોડધામ થઈ હતી. જોકે, વેન્ટીલેટરમાં માત્ર ધુમાડા નીકળ્યા હોવાનો અને દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનો બચાવ અધિક્ષકે કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના માંગરોળમાં કાજીકા ફળીયામાં રહેતા મહમ્મદ હુસેન અલ્લારખાભાઇ પંજા (ઉ.વ.65) નામના વૃદ્ધને શ્વાસની બીમારી હતી. ગત તા.14ના રોજ તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા તેમને ટ્રોમા સેન્ટરના બીજા માળેલ આવેલા ટીબી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને વેન્ટીલેટર આપવામાં આવ્યુ હતું. દરમિયાન ગત મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં તેમને મોઢા ઉપર ગરમ લાગતા જાગી ગયા હતા અને જોતા વેન્ટીલેટરમાં શોર્ટ સર્કિટ થયુ હતુ. વેન્ટીલેટરનુ માસ્ક તેમના મોઢા ઉપર લગાવેલુ હોવાથી તેઓ મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *