ગુજરાતમાં રાજસ્થાનવાળી થતાં રહી ગઈ છે. નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલવેબ્રિજ પર મોડીરાત્રે એક ખાનગી લકઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી.
જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂમેલ રેલવે ઓવર બ્રિજ પર મોડીરાત્રે અચાનક ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જોકે બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા.