શ્રીકાંતે કહ્યું- હર્ષિત રાણા કોચની પ્રશંસા કરીને સિલેક્ટ થયો

ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે મંગળવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે હર્ષિત રાણાની પસંદગીના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે નવી દિલ્હીમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સાત વિકેટની જીત બાદ કહ્યું, “હર્ષિતના પિતા પસંદગીકાર નથી. તે પોતાની રીતે ટીમમાં આવ્યો છે.”

શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર આરોપ લગાવ્યો હતો કે, “રાણા ફક્ત ગંભીરના કારણે જ ભારતીય ટીમમાં છે. તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ODI ટીમમાં એટલા માટે પસંદ કરવામાં આવ્યો કારણ કે તે ગંભીરનો ટેડી છે.” ગંભીરે વળતો જવાબ આપ્યો, “23 વર્ષના ખેલાડીને નિશાન બનાવવું શરમજનક છે.”

ગયા વર્ષે ગંભીર હેડ કોચ બન્યા બાદ દિલ્હીના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે. તેણે બે ટેસ્ટ, પાંચ વન-ડે અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ભારતીય ટીમે ગંભીરના કોચિંગ હેઠળ સાત ટેસ્ટ, 11 વન-ડે અને 25 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *