પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલાં 13 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹2,244 વધીને ₹ 1,23,769 થયો છે. શુક્રવારે અગાઉ એ ₹1,21,525 હતો. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,25,450 થયો છે.
આ દરમિયાન ચાંદીના ભાવ એક જ દિવસમાં ₹8,625 વધીને ₹1,73,125 પ્રતિ કિલો થયો છે. શુક્રવારે ચાંદીનો ભાવ ₹1,64,500 હતો
ગોલ્ડમેન સૅક્સના હાલના અહેવાલ મુજબ, બેંકે આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ $5,000 રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રૂપિયાની દૃષ્ટિએ, વર્તમાન એક્સચેન્જ દરે આ ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹155,000 થશે. બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલના ડિરેક્ટર સંદીપ રાયચુરાએ જણાવ્યું હતું કે સોનું પ્રતિ 10 ગ્રામ ₹144,000 સુધી પહોંચી શકે છે.