પરાપીપળિયા નજીક તળાવમાં મચ્છી પકડવા ભેગા થયેલા 7 શખ્સ બાખડ્યા

પરાપીપળિયાના તળાવમાં મચ્છી પકડવા બાબતે થયેલી બોલાચાલી બાદ લોહાનગરમાં બઘડાટી બોલી હતી. બંને પક્ષે છરી-ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો.

મારામારીમાં યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બંને પક્ષની સામસમી ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. જો કે, ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં હોય અટકાયત થઇ શકી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *