રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનું રાજકોટમાં આગમન

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેઓ દિલ્હીથી હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રે સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. જે બાદ શુક્રવારે તેઓ સોમનાથ અને સાસણ તો શનિવારે દ્વારકા દર્શનાર્થે જશે. જોકે રાજકોટમાં રાષ્ટ્રપતિના રોકાણને લઈને સર્કિટ હાઉસ અને તેની આસપાસ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે.

ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ રાજકોટ, સોમનાથ, સાસણ, દ્વારકા અને અમદાવાદની મુલાકાત લેવાના છે. જેમાં રાજકોટ અને સાસણ ખાતે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. દરમિયાન આજે સાંજે રાષ્ટ્રપતિ દિલ્હીથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી બાય રોડ તેઓ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં રાત્રિ રોકાણ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના રાજકોટ રોકાણને લઈને સર્કિટ હાઉસ રોડ પર સામાન્ય વાહનચાલકોની અવરજવર બંધ રાખવામાં આવી છે.

રાજકોટ શહેરના સર્કિટ હાઉસ ખાતે તેઓ રાત્રિ રોકાણને લઈ રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા તા.8થી 10 ઓક્ટોબરનો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. અહીં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ બાદ તા.10ના સવારે 10.30 વાગ્યા આસપાસ તેઓ રાજકોટથી હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચશે. જ્યાંથી હેલિકોપ્ટર મારફત સોમનાથ પહોંચી બપોરની 12 વાગ્યાની આરતીમાં જોડાઈ પૂજા-અર્ચન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *