એક માસમાં મુસાફરોને 2.19 લાખનો સામાન પરત કર્યો, 14 વર્ષના બાળકને પરિવાર સાથે મેળવ્યો

પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા દળ (RPF) એ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા મુસાફરો અને રેલવેની સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તેમની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતાનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન ‘સેવા હી સંકલ્પ’ અભિયાન હેઠળ, આઇજી-સહ-પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર અજય સદાનીના નેતૃત્વમાં આરપીએફ રાજકોટ ડિવિઝને અનેક જનહિતકારી કાર્યો કર્યા છે.

આરપીએફના જવાનોએ સપ્ટેમ્બર મહિનાના એક મહિનામાં કરેલા 5 ઓપરેશનમાં ઓપરેશન ‘અમાનત’ હેઠળ ભૂલથી છૂટી ગયેલા સામાન યાત્રિકોને હેમખેમ પરત કર્યા. ઓપરેશન જનજાગરણ હેઠળ મુસાફરોને સુરક્ષા અને જાગૃતિ માટે પ્રેરિત કરવા માટે આરપીએફ દ્વારા બૅનર, પી.એ. સિસ્ટમ દ્વારા ઘોષણાઓ અને ગ્રામ્ય સરપંચો/મુખીઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનોમાં રેલ લાઇન ક્રોસ ન કરવા, પથ્થરમારો, નશામુક્તિ, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી વિરુદ્ધ જાગૃતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આરપીએફ, રાજકોટ ડિવિઝનના આ સતત પ્રયાસો મુસાફરોમાં રેલવે પ્રત્યેનો વિશ્વાસ અને સુરક્ષાની ભાવનાને પણ મજબૂત બનાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *