સપ્ટેમ્બરમાં વેજ થાળીના ભાવમાં 10%નો ઘટાડો

ભારતમાં ઘરેલુ શાકાહારી થાળીની કિંમત સપ્ટેમ્બરમાં (વાર્ષિક ધોરણે) 10% ઘટીને રૂ. 28.17 થઈ ગઈ હતી. ગયા વર્ષે, સપ્ટેમ્બર 2024 માં, શાકાહારી થાળીની કિંમત 31.30 રૂપિયા હતી, કેપિટલ માર્કેટ કંપની ક્રિસિલે તેના ફૂડ પ્લેટ ખર્ચના મંથલી ઈન્ડેક્સમાં જણાવ્યું હતું.

ક્રિસિલના રાઈસ રોટી રેટ (RRR) રિપોર્ટમાં જણાવાયું છે કે, ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં શાકાહારી થાળીના ભાવમાં 3%નો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં શાકાહારી થાળીનો ભાવ ₹29.1 હતો.

દરમિયાન, નોન-વેજ થાળીનો ભાવ સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 6% ઘટીને 56 રૂપિયા થઈ ગયો. ગયા વર્ષે, સપ્ટેમ્બર 2024માં નોન-વેજ થાળીનો ભાવ 59.30 રૂપિયા હતો.

માસિક ધોરણે ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં માંસાહારી થાળીના ભાવમાં 3%નો વધારો થયો હતો. મે મહિનામાં માંસાહારી થાળીનો ભાવ 54.60 રૂપિયા હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *