અકસ્માતમાં ઘવાયેલ વૃઘ્ધનું મોત નીપજ્યું

દિનેશભાઈ ઠાકરશીભાઈ અંટાળા ગઈ તા.17.09.205ના રોજ સવારે 8 વાગ્યાં આસપાસ બાઈક લઈને જતા હતા ત્યારે કુવાડવા રોડ ડી માર્ટ પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજા થતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ ઘરેથી સારવાર ચાલુ હતી દરમિયાન ગઈકાલે તબિયત લથડતા ફરી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. દિનેશભાઈ કડિયાકામ કરતા હતા તેઓ કામ પર જતા હતા ત્યારે બાઈક સ્લીપ થયું હતું જેથી ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા જે બાદ તેઓનું ગઈકાલે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય બનાવ ગત તા.04.09.2025ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 16 વર્ષની સગીરાને આરોપી લલચાવી ફોસલાવી અને ભગાડી ગયો હતો. આ પછી આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા પોક્સો સહિતની કલમ હેઠળ બિહારના આરોપી અભિષેકકુમાર નકુલ તાતીની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો. જેલમાં રહેલ આરોપીએ જામીન ઉપર છૂટવા કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહી અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે અને આરોપીએ સગીરાને બે મહિનાથી વધુ સમય સુધી તેના રહેણાંક વિસ્તારમાં બિહાર ભાગલપુર જિલ્લામાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી જાણતો હતો કે સગીરા પુખ્ત ઉંમરની નથી તેમ છતાં તેને ભગાડી જઈ તેના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાથી આરોપીની જામીન અરજી રદ કરવી જોઈએ તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ વી. એ. રાણાએ આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *