વીરપુર તેમજ ગોંડલ બસ સ્ટેશન ખાતે સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું

વીરપુર તેમજ ગોંડલ બસ સ્ટેશન ખાતે ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અભિયાન અંતર્ગત સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગોંડલ ડેપો મેનેજર એસ.આઈ.મોમીન તેમજ વીરપુર ટી.સી. કુલદીપસિંહ જાડેજાએ કર્મચારીઓને સન્માનિત કર્યા.

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર તેમજ ગોંડલ એસટી બસ સ્ટેન્ડ ખાતે સરકારના સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અભિયાન અંતર્ગત એસટી બસ સ્ટેન્ડની સફાઈ કરતા તમામ સફાઈ કર્મચારીઓનું અભિવાદન કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે ગોંડલ તેમજ વીરપુર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતાના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે “સ્વચ્છતા હી સેવા ૨૦૨૫” કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાનના સાચા સારથી એવા સફાઈ કર્મચારીઓના અભિવાદનના ભાગ રૂપે ગોંડલ ડેપો મેનેજર એસ.આઈ.મોમીન તેમજ વીરપુર ટ્રાફિક કંટ્રોલર કે.કે.જાડેજા તથા ગુજરાત એસટી યુનિયન ના આગેવાનઓ તેમજ એસ.ટી.કર્મચારીઓ દ્વારા વીરપુર તેમજ ગોંડલ એસટી બસ સ્ટેન્ડમાં સાફ સફાઈ કરતા તમામ કર્મચારીઓને ફુલહાર તેમજ પુષ્પગુંછ થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ગુજરાત એસટી વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા લોકોને “સ્વચ્છતા હી સેવા” નો સંદેશો આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *