પત્નિ સાથે ઝઘડો થતા ત્રણ દિવસથી માવતરે ચાલી ગઈ’તી

રાજકોટ શહેરમા યુનિવર્સિટી રોડ પર આવેલ આકાશવાણી ચોક પાસે ભગતસિંહજી ગાર્ડનની પાછળ આવેલા આવાસનાં કવાર્ટરમા રહેતા 22 વર્ષનાં નેપાળી યુવાને તેમની પત્નીને વીડિયો કોલ કરી માવતરેથી પરત આવી જવાનુ કહયા બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામા યુનિવર્સિટી પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે યુવાનનાં મોતથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

યુવાને ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

રાજકોટના યુનિવર્સીટી રોડ પર ભગતસિંહજી ગાર્ડનની પાછળ આવેલા આવાસનાં કવાર્ટરમા રહેતા સંદીપ રામસિંગ પરીહાર (ઉ.વ.22) નામનો યુવાન પોતાનાં ઘરે હતો ત્યારે ગળેફાંસો ખાઇ લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલનાં ઇમરજન્સી વોર્ડમા ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરનાં તબીબ ડો. હેમાંગ કુંગશીયાએ જોઈ તપાસી સંદીપને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા PSI સી.પી.રાઠોડ અને સિવીલ હોસ્પીટલે પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક બે ભાઇ એક બહેનમા નાનો હતો અને તેને સંતાનમા એક દિકરો છે. સંદીપ એક હોટલમા કુક તરીકે કામ કરતો હતો. સંદીપની પત્ની ભુમીકા ઝઘડો કર્યા બાદ તેમનાં માવતર માળીયા હાટીના ચાલી ગઇ હતી અને જેનાથી સંદીપ ચિંતામા મુકાઇ ગયો હતો. ત્યારબાદ ગઇકાલે તેમની પત્નીને વીડિયો કોલ કરી તુ માવતરેથી રાજકોટ ઘરે આવી જા નહી તો હુ આપઘાત કરી લઇશ તેવી વાત કરી હતી. ત્યારબાદ સંદીપે પંખામા ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સંદીપનાં મૃત્યુથી પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *