ત્રણ વર્ષથી માવતરે બેઠેલી પરિણીતાને પતિએ છૂટાછેડા આપી દેતા આત્મહત્યા કરી

શહેરના ગોંડલ રોડ આંબેડકરનગરમાં ત્રણેક વર્ષથી માવતરના ઘરે રહેતી અને રૈયાધારમાં સાસરું ધરાવતી પરિણીતાને ત્રણ દિવસ પહેલાં જ પતિએ છૂટાછેડા આપી દેતા માઠું લાગી આવતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-11માં પિતા રસિકભાઇ જીવાભાઈ પરમારના ઘરે રહેતી કાજલબેન જયેશભાઈ મૂછડિયા(ઉ.વ.29) નામની પરિણીતાએ પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી, પરંતુ અહીં મૃત્યુ નીપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

કાજલબેનના લગ્ન ચાર વર્ષ પહેલાં રૈયાધારના જયેશભાઇ કાળુભાઇ મૂછડિયા સાથે થયા હતા. જોકે તેણી છેલ્લા સાડા ત્રણ વર્ષથી માવતરના ઘરે રિસામણે હતી. પતિએ છૂટાછેડા આપી દેતા માઠું લાગી આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *