બંગાળી એસોસિએશન રાજકોટના પરિવાર દ્વારા તા.28મીથી 2 ઓક્ટોબર દરમિયાન રાજકોટના બાલભવન નરભેરામ ઓપન એર થિયેટર રેસકોર્સ ખાતે 53મા દુર્ગા મહોત્સવની ઉજવણી કરાશે.
મા દુર્ગા આ વખતે હાથીની અંબાડી પર સવાર થઇને પિયર આવી રહ્યા છે. મા દુર્ગાની અજોડ પ્રતિમા રાજકોટમાં જ કોલકાતાથી આવેલા કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેમજ બંગાળી પરિવારો દ્વારા તા.29મીથી 2 ઓક્ટોબર દરમિયાન દરરોજ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
સાથોસાથ રમતગમત તથા ચિત્ર સ્પર્ધા પણ યોજાશે. તા.2 ઓક્ટોબરને ગુરુવારે દશેરા નિમિત્તે શ્રી મા દુર્ગાની મૂર્તિનું વિસર્જન બપોરે 4 કલાકે કરાશે.