રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)ની બેઠક 30 સપ્ટેમ્બરે સાંજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળશે. આ બેઠકમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના અન્ય વિભાગોની પાણીને લગતી યોજનાઓના કામોને મંજૂરી આપવા સહિતની બાબતો અંગે ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત બપોરે 3.35 કલાકે નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટર જિલ્લા કમિટીની બેઠક પણ મળશે જેમાં નાર્કોટિક્સની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ અટકાવવા કાર્યરત કેન્દ્રના તથા રાજ્યના અલગ અલગ વિભાગો, એજન્સીઓ એકબીજાના સંકલનમાં રહી સંયુક્ત રીતે કામ કરી શકે તે માટે જિલ્લા વિસ્તારની કમિટીની મિટિંગ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાશે. તેમજ બપોરે 2.30 કલાકે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે.