રાજકોટમાં બાયોટેક્નોલોજી કોન્કલેવ

ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન (GSBTM) દ્વારા રાજકોટમાં યોજાયેલી રિજનલ બાયોટેકનોલોજી પોલિસી કોન્કલેવમાં, GSBTMના મિશન ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વૈશ્વિક અને ભારતીય બાયો ઇકોનોમીના મહત્વના આંકડા રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં બાયો ઇકોનોમી રૂ. 332 લાખ કરોડની છે. તેની સામે ભારતમાં આ આંકડો રૂ. 13.76 લાખ કરોડનો છે, જે દેશના જીડીપીમાં 4.25 ટકાનું યોગદાન આપે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો, ગુજરાતની બાયો ઇકોનોમી રૂ. 1.07 લાખ કરોડની છે, જે દેશમાં ચોથા ક્રમે છે, દેશની બાયો ઇકોનોમીમાં 7.8 ટકાનો હિસ્સો ધરાવે છે. તો આ ક્ષેત્રમાં આગળ આવવા સાંસદ રામ મોકરિયાએ રાજકોટિયનોને ખાસ અપીલ કરી હતી.

મિશન ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચોક્કસ. ગુજરાત સરકારની બાયોટેકનોલોજી પોલિસી 2022-2027 ના પ્રચાર-પ્રસાર અને મહત્તમ લાભ માટે રાજકોટમાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પોલિસીનો ઉદ્દેશ્ય બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં સંકળાયેલા ઉદ્યોગોનો વ્યાપ વધારવાનો છે. આ પોલિસી હેઠળ અત્યાર સુધીમાં 37 જેટલી ઇન્ડસ્ટ્રી દ્વારા અરજી કરવામાં આવી છે અને તેમની મંજૂરીની પ્રક્રિયાઓ ચાલી રહી છે.

પોલિસીના મુખ્ય ઉદ્દેશ્યો પૈકીનો પ્રથમ સંશોધનને ખાસ પ્રોત્સાહન આપવાનો છે. એકેડેમિક ક્ષેત્ર સાથે જોડાયેલા ફેકલ્ટી સભ્યોને નવું રિસર્ચ કરવા માટે સહાય મળે છે. પ્રોજેક્ટ મંજૂરી માટે 3 વર્ષનો પ્રોજેક્ટ લઈને અરજી કરી શકાય છે. ટેકનિકલ એડવાઇઝર કમિટીની ભલામણ બાદ તેને મંજૂરી આપવામાં આવે છે. સારો રિસર્ચ થાય, સારું પેપર પબ્લિશ થાય અને જો પેટન્ટ રજિસ્ટર થાય, તો તેને સારા સ્ટાર્ટઅપમાં પણ કન્વર્ટ કરી શકાય છે. તો સાથે બાયોટેકનોલોજી એ ભવિષ્યનું ક્ષેત્ર છે અને ITની જેમ તેમાં પણ સારો સ્કોપ છે. આથી, UG અને PGના વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શન મળે તે હેતુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *