રાજકોટનાં ત્રણેય ઝોનમાં 17 સ્થળોએ 8451 વૃક્ષોનું વાવેતર

પવિત્ર નવરાત્રી પર્વમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા (26 સપ્ટેમ્બર) એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. RMC દ્વારા ‘એક પેડ માં કે નામ 2.0’ અભિયાન હેઠળ ભક્તિ સાથે પર્યાવરણની સુરક્ષાનાં ઉદ્દેશથી 51 શક્તિપીઠનાં નામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટનાં ત્રણેય ઝોનમાં અલગ-અલગ 17 સ્થળોએ મળી 8451 વૃક્ષોનું વાવેતર કરીને નવદુર્ગા માતાજીની ઉપાસના કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ખાસ કરીને 51 શક્તિપીઠના નામ પરથી 51 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ હતું. જે સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ અને ધર્મનો સમન્વય કરતી સૌપ્રથમ પહેલ છે.

રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ-2025 ની ઉજવણીના ભાગરૂપે તેમજ “સ્વછોત્સવ” અભિયાન અંતર્ગત પર્યાવરણને બચાવવા તેમજ ગ્રીન કવરેજ વધારવા માટે મહત્તમ વૃક્ષારોપણનો સંકલ્પ લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હે 51 શક્તિપીઠના નામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં નવરાત્રી પર્વ દરમિયાન વિવિધ પાંચ સ્થળોએ 51 શક્તિપીઠના નામ પરથી 5-5 વૃક્ષો વાવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજકોટનાં ત્રણેય ઝોનમાં યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *