રેસકોર્સના મેદાનમાં 20 વર્ષથી બંધ મ્યુઝિકલ ફુવારો ફરી ચાલુ કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં બનાવાયેલા મોટાભાગના ફુવારા બંધ છે ત્યારે રેસકોર્સના મેદાનમાં 20 વર્ષથી બંધ રહેલા મ્યુઝિકલ ફુવારાને ફરી ચાલુ કરવા રૂ.96 લાખનું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે.

રાજકોટ મહાનગરપાલિકામાં 2005થી 2008 દરમિયાન મેયર પદે ધનસુખ ભંડેરી હતા ત્યારે રેસકોર્સમાં મ્યુઝિકલ ફુવારો બનાવવાનો પ્રોજેક્ટ કર્યો હતો.

આ મ્યુઝિકલ ફુવારો એક વર્ષ ચાલુ રહ્યા બાદ બંધ થઇ ગયો હતો. આ વર્ષે પાણીની સમસ્યા હોવાથી શહેરના અનેક ફુવારા ટેક્નિકલ કારણો દર્શાવી બંધ કરી દેવાયા હતા ત્યારબાદ 2015ની સાલમાં ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહે મહાનગરપાલિકાના બજેટમાં મ્યુઝિકલ ફુવારો ચાલુ કરવાની યોજના મૂકી હતી, પરંતુ આ યોજનાનો અમલ થયો ન હતો.

આખરે 20 વર્ષ બાદ હવે મહાનગરપાલિકાએ રેસકોર્સના મ્યુઝિકલ ફુવારા માટે રૂ.96 લાખનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે અને તેમાં પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સનો ખર્ચ પણ સમાવેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *