ગુજરાતમાં ચાર તાલુકામાં આ વર્ષે 100-100 ઈંચથી વધુ વરસાદ

ગુજરાતમાં સતત ચોથા વર્ષે મેઘરાજાએ ‘સેન્ચુરી’ ફટકારી છે. 7 સપ્ટેમ્બર સુધીમાં જ રાજ્યમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના ચાર તાલુકા તો એવા છે કે, જ્યાં સિઝનમાં 100-100 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ વર્ષે ગુજરાતમાં ઝોન વાઈઝ વરસેલો વરસાદ, સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ વરસ્યો હોય તે તાલુકા, ડેમના જળસ્તરની સ્થિતિ અને વરસાદની અન્ય વિગત જે તમે જાણવા માગો છે તે તમામની આ સ્ટોરીમાં આગળ વાત કરીશું.

ગુજરાત પર છેલ્લા ચાર વર્ષથી મેઘરાજા મહેરબાન છે. રાજ્યમાં 2022થી સતત સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. આ વર્ષે પણ 7 સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય ઝોનમાં 107 ટકા જ્યારે સૌથી ઓછો કચ્છ ઝોનમાં 99 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

રાજ્યમાં છેલ્લા ચાર વર્ષની વાત કરીએ સિઝનમાં સરેરાશની સામે 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. 2024માં 27 ઓગસ્ટે જ રાજ્યમાં સરેરાશ જેટલો વરસાદ વરસી ચૂક્યો હતો. તેની સામે આ વર્ષે 7 સપ્ટેમ્બરે સરેરાશની સામે 100 ટકા વરસાદ નોંધાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *