રૂ.2.54 લાખની ઘરફોડ ચોરી કરતા 2 શખ્સોને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

રાજકોટના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં કોઠારીયા સોલવન્ટમાં આવેલા નારાયણ નગર શેરી નંબર – 3 માં આવેલા રહેણાંક મકાનમાં રૂપિયા 2.54 લાખની ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ ગઈ હતી. જે ઘટનામાં સંડોવાયેલા શખ્સો શાસ્ત્રી મેદાન પાસે હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો અને કોઠારીયા સોલવન્ટમા વારીયા શેરી નંબર – 9 માં શીતળા ધાર 25માં રહેતા 22 વર્ષીય નિલેશ ગોપાલભાઈ વાઘેલા અને 23 વર્ષીય ભરત પોપટભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ.2,54,800 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં આરોપી નિલેશ વિરુદ્ધ 4 તો ભરત વિરુધ્ધ 7 ગુના નોંધાઈ ચુક્યા છે.

અન્ય બનાવમાં રાજકોટની ગવરીદડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ઓફિસમાંથી રૂપિયા 1.65 લાખની ચોરી થઈ હોવાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી હસમુખભાઇ હરજીભાઇ અજાણીએ (ઉ.વ.48, ધંધો ખેતીકામ રહે. પટેલ પાર્ક, મારૂતી ડેરી વાળી શેરી, ગવરીદડ) એ ફરિયાદમાં જણાવ્યું છે કે, પત્ની સોનલબેન ગવરીદડ ખાતે આવેલ ગવરીદડ મહિલા દુધ ઉત્પાદન સહકારી મંડળી લીમીટેડના મંડળી પ્રમુખ છે. જે મંડળીમાં તા.6 ના રાત્રીના 10 વાગ્યાથી તા.7 ના સવારના 6.30 વાગ્યા સુધીના કોઇપણ સમયે મંડળીના પાછળનું શટર ખોલી મંડળીના મંત્રી દિપકભાઈના ટેબલના ડ્રોવરમાંથી રહેલ રોકડ રૂ.25000 તથા મંડળીના રોજબરોજના વહીવટ માટે રાખેલ ટેબલના ડ્રોવરમાંથી રોકડ રૂ. 1,40,000 તથા સી.સી.ટી.વી.નું રૂ.500 ની કિંમતનું ડી.વી.આર. એમ કુલ કિ. રૂ.1,65,500 ની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે. જેથી પોલીસે ગુનો નોંધી ચોરને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *