રોકાણના નામે 64 લાખની છેતરપિંડી કરતો શખ્સ MPથી ઝડપાયો, આરોપી વિરુધ્ધ અન્ય રાજ્યોમાં 8 ફરિયાદો

આરોપી દ્વારા ફરિયાદીને અલગ-અલગ વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરાવી તેમાં શેરબજારની ટીપ્સો આપી બાદ શેરબજારમા રોકાણ કરવા માટે 5max PRO નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રોકાણ કરવાના બહાને કુલ રૂપિયા 64,00,094 ઓનલાઈન ભરાવડાવી ફરીયાદી સાથે ઓનલાઇન ફ્રોડના ગુનામાં ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સીસ મદદથી પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન મૂળ મધ્યપ્રદેશના આરોપી જીતેંદ્ર ઉર્ફે મોનુ રાધેશ્યામ શર્મા (ઉ.વ.39)એ ફ્રોડની રકમ પોતાના બેન્ક ઓફ મહારાષ્ટ્રાનાં એકાઉન્ટમાં જમા લીધી હોવાનું સામે આવતા પોલીસે ટેક્નિકલ સોર્સીસની મદદથી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરુધ્ધ અલગ અલગ રાજ્યોમાં કુલ 8 જેટલી એન.સી.આર.પી. કંપ્લેઇન નોંધાયેલી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ ઉપરાંત આરોપીને કેટલું કમિશન મળતું હતું તેમજ અન્ય કેટલા આરોપીઓની સંડોવણી છે સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા આરોપી મૂળ મધ્યપ્રદેશમાં માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *