અમદાવાદ-વડોદરામાં ધોધમાર વરસાદ સાથે 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે 3થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

જોકે, મોડી રાત્રે અમદાવાદ, વડોદરા સહિત વિવિધ શહેરોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. તો બીજી તરફ સરદાર સરોવર ડેમમાં પાણીની આવતા થતાં મોડી રાત્રે 2 વાગ્યે ડેમના 15 દરવાજા 2.40 મીટર ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે.

રાજ્યમાં વરસાદનું જોર વધશે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે મોન્સૂન ટ્રફના કારણે આ વરસાદી માહોલ બન્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે. જ્યારે આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી.

નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે નર્મદા અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ ચાલુ રહેશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે, અને ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *