ફરજ રુકાવટ કરી પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરવાના ગુનામાં આમ આદમી પાર્ટીના નેતાઓ નિર્દોષ છુટકારો થયો છે. કોરોના મહામારી સમયે ભગવતીપરા વિસ્તારમાં લોકોના મકાન ડિમોલિશન કરવા નોટિસ મળતા આગેવાનો સ્થાનિકો સાથે કોર્પોરેશનમાં કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા હતા ત્યારે બનાવ બન્યો હતો જેમાં પોલીસે ફરિયાદી બની ગુનો નોંધ્યો હતો અને આરોપી તરીકે જયદીપ હરિકૃષ્ણભાઈ નિમ્બાર્ક, નંદાભાઈ ગોવિંદભાઈ ડાંગર, દિપક દયા મકવાણા, હમીદાબેન ઈશાકભાઈ સંઘ, રૂકસાનાબેન અશરફભાઈ કટિયાર, રાહુલ જેન્તીભાઈ ભુવા, પિન્ટુ મનસુખભાઈ ઉધરેજા, ઉત્સવ દર્શનભાઈ કોરાટ, મજીદ અબ્બાસભાઈ સોરા,, સરૂબેન હાસમભાઈ જુનાચ, હાર્દિક કાંતિભાઈ રાબડીયા, અબ્દુલ હમીદબીન સૈયદ કફી નામ નોંધ્યા હતા.
આ કેસ રાજકોટની કોર્ટમાં ચાલી જતા એડવોકેટ દુર્ગેશ ધનકાણી દ્વારા કરાયેલી દલીલો ધ્યાને રાખી કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.
અન્ય બનાવમાં દિપાલીબેન મિલનભાઈ ઝાલા (ઉં.વ.22) સવારે 9 વાગ્યાં આસપાસ પોતે પોતાના ઘરે હતા ત્યારે શરીરે પેટ્રોલ છાંટી સળગી જતા દાઝી ગયા હતા. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમના પતિ આગળ ઠારવા જતા તેં પણ દાજી ગયા હતા. પતિ જ્યારે કામ પરથી ઘરે આવે ત્યારે મોબાઈલ જોતા હોય છે પત્નીએ આ બાબતે નારાજગી દર્શાવી અને મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહો છો એમ કહેતા બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં પતિ બહાર ગયા ત્યારે પત્નીએ પગલું ભરી લીધું હતું. દિપાલીબેન પેટ્રોલ ક્યાંથી લાવ્યા તેં અંગે કોઈને જાણ નથી. દિપાલીબેનના લગ્નને 3 વર્ષ થયા છે. તેઓ પતિ અને સાસુ સસરા સાથે રહે છે. હાલ માલવીયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.