કોઠારીયા ચોકડીએ જર્જરિત રસ્તાનું રીપેરીંગ કરવા મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ શહેરમાં કોર્પોરેશન અને હાઇવે ઓથોરીટીના સંકલનના વાંકે કોઠારીયા રોડના રિધ્ધિ સિધ્ધિ નાલાવાળો સર્વિસ રોડ જર્જરિત છે. અહીંથી દૈનિક નાના મોટા હજારો વાહન ચાલકો હેરાન થઇ રહ્યા છે. જેથી 8 વર્ષથી ત્રાસ આપતો આ પ્રશ્ન ઉકેલવા કમિશનરને રજુઆત કરવામાં આવી છે. વોર્ડ નં. 18ના ઢેબરભાઈ રોડ ઉપરના રિદ્ધિ-સિ ના નાલાથી સિધ્ધી મંદિર સુધીનો તથા કામનાથ વે બ્રિજ સુધીનો સર્વિસ રોડ જર્જરિત હાલતમાં છે.આ નાલાથી નેશનલ હાઇવે માં આવતા કામનાથ વે બ્રિજ સુધીનો સર્વિસ રોડ રસ્તો અતિશય ખાડાવાળો અને જર્જરિત થઈ ગયેલ હોવાથી પગપાળા જતા લોકો અને વાહન ચાલકોને હેરાન થવું પડે છે.

આ વાહનો રિપેરિંગ ખર્ચનું વેરેન્ટેજ આવતું હોવાથી તથા ચોમાસા વરસાદના પાણીના ખાડા ભરાઈ જવાથી રોડ ઉપર પસાર થતા લોકો હેરાન થઇ ગયા છે. મ્યુનિસિપલ કમિશનર આ અંગે સર્વે કરાવે અને હાઇવે ઓથોરીટી સાથે સંકલન કરી હાલ રિધ્ધી સિધ્ધીના નાલાથી સિધ્ધી મંદિર સુધીના રોડ ઉપર તથા નાલાથી કામનાથ વે-બ્રિજ સુધીનો નેશનલ હાઇવે સર્વિસ રોડ રસ્તાઓ ઉપર મેટલિંગ મોરમ નાખીને પેવર રોડ રસ્તો અથવા આર.સી.સી. રોડ રસ્તા બનાવી આપવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *