રાજકોટના અધિક સેશન્સ જજ એ.કે. શાહ દ્વારા NEET પરીક્ષા કૌભાંડના મુખ્ય આરોપી વિપુલ મૂળશંકર તેરૈયાની જામીન અરજી રદ્દ કરવામાં આવી છે. આરોપી પર તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દીના ભોગે સામાન્ય વિદ્યાર્થીઓને મહત્તમ ગુણ અપાવવા માટે 3.50 કરોડ વસૂલવાનો આરોપ છે. આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ તેરૈયા સહિત 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાંથી વિપુલ તેરૈયાની તા. 06/05/2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, અને ચાર્જશીટ રજૂ થયા બાદ તેણે જામીન અરજી દાખલ કરી હતી, જે નામંજૂર થઈ છે.
આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી શૈક્ષણિક કારર્કિદી દરમિયાન મહેનત કરી મેડિકલ જેવા ક્ષેત્રમા ઉચ્ચતમ ડિગ્રી મેળવવા માટે ‘નીટ’ની પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરતા હોય છે, પરંતુ મહેનત કર્યા વગર વિવિધ શૈક્ષણિક ક્ષેત્રમાં વધુ માકર્સ મેળવી આપવા માટે ગુનાહિત માનસ ધરાવતા આરોપીઓ આવા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી લાખોની રકમ મેળવી ચોક્કસ વિસ્તારમાં પરીક્ષાખંડો મેળવી આપતા હોય છે. આ અંગે ચોક્કસ વિસ્તારોમાં ગુનાહિત રીતે અતિશય ઉચા માકર્સ મેળવનાર વિદ્યાર્થીઓ અંગે સુપ્રિમ કોર્ટમાં રીટ દાખલ થઇ હતી.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કુલ 5 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પૈકી ત્રણ આરોપીઓ નાસતા ફરે છે અને સહઆરોપી વિપુલ તેરૈયાની તા.06/05/2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તા.26/07/2025ના રોજ તેમના વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ થતા આરોપી દ્વારા ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.
આરોપી વકલી તરફેની રજૂઆત આરોપી વિપુલ તેરૈયાએ કોઈ રકમ સ્વીકારેલી નથી કે કર્ણાટક રાજ્યના કોઈ ચોક્કસ પરીક્ષાખંડમા પરીક્ષા અપાવવા માટે કોઈ દસ્તાવેજોની ફોર્જરી કરેલી નથી. આ કારણસર તેઓને રેગ્યુલર જામીન મળવા જોઈએ. જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ‘નીટ’ ના આ કૌભાંડમાં અનેક વ્યકિતઓ સંડોવાયેલા છે. જેમાંથી એક આરોપી મનજીત જૈન કર્ણાટક રાજ્યના બેલગાવ શહેરમાં રહે છે અને હાલ નાસતો ફરે છે. અમદાવાદ શહેરમા રહેતા એક વિદ્યાર્થિનીને કર્ણાટક રાજ્યમાં કોઈ એક પરીક્ષાખંડમાં પરીક્ષા અપાવવાની વ્યવસ્થા કરાવી આપવા માટે તેણીના રહેણાકના દસ્તાવેજોની ફોર્જરી કરવામાં આવી હતી અને તેને કર્ણાટકના રહેવાસી તરીકે બતાવવામાં આવ્યા હતા.