દિલ્હીના CM પર હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર જનસુનાવણી કાર્યક્રમમાં હુમલો કરનાર રાજકોટનો પશુપ્રેમી નીકળ્યો છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આાવેલા ગોકુલ પાર્ક શેરી નંબર 2માં રહેતા રાજેશ સાકરિયાના ઘર પર ભાસ્કર પહોંચ્યું હતું. આ સમયે આજી ડેમ પોલીસની ટીમ પણ રાજેશ સાકરિયાના પરિવારજનોની પૂછપરછ માટે આવી પહોંચી હતી. રાજેશના માતાએ જણાવ્યું હતું કે, તે રવિવારે ઉજ્જૈન જવાનું કહી નીકળ્યો હતો. તે પશુપ્રેમી છે. દિલ્હીમાં કૂતરાના સમાચાર સાંભળી તે દિલ્હી પહોંચ્યો હતો. તેની માનિસક હાલત ઠિક નથી ઘરના લોકો સાથે પણ અવારનવાર મારામારી કરતો રહે છે.

રાજેશ સાકરિયા સામે અત્યાર સુધીમાં મારામારી અને પ્રોહિબિશનના પાંચ કેસ નોંધાયેલા છે. જેમાં ચારમાં તેનો નિર્દોષ છુટકારો થયો છે જ્યારે એક કેસ હજી પણ પન્ડિંગ છે.

રાજેશની માતા ભાનુબેન ખીમજીભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે, રાજેશ પશુ પ્રેમી હતો. દિલ્લીમાં શેરીના રખડતા શ્વાન અંગે સમાચાર જોઈ ઘરમાં સેટીમાં બેઠો હતો ત્યારે હાથ પછાડતો હતો. ગત રવિવારના રોજ ઉજૈન જવાનું કહી ઘરેથી નીકળો હતો. ગઈકાલે પરિવારે ફોન કરતા હું દિલ્લી આવ્યો છું કુતરા માટે કહી ફોન કટ કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *