સગા ફુવાથી માતા બનેલી સગીરાને ફુવા સાથે સંબંધ નહીં રાખવાનું કહી માતા-બહેને ગુપ્તાંગમાં મરચાંની ભૂકી છાંટી

શહેરની એક સંસ્થામાં રહેતી 16 વર્ષની સગીરા કે જેના પર તેના સગા ફુવાએ દૂષ્કર્મ આચર્યું હતું અને સગીરા કુંવારી માતા બની હતી, ફુવા સાથે સંબંધ નહીં રાખવાનું કહી સગીરાને તેની સગી માતા અને બહેને મારકૂટ કરી મોટી બહેને સગીરાના ગુપ્તાંગમા મરચાંની ભૂકી છાંટી દીધી હતી.

16 વર્ષની સગીરાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેની માતા, તેની સગી મોટી બહેન અને પાડોશમાં રહેતી પાંચ છ અજાણી મહિલાઓ હોવાનું કહ્યું હતું. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, લોધિકા પંથકના એક ગામમાં પોતે પોતાના પરિવાર સાથે રહેતી હતી ત્યારે તેના સગા ફુવાએ બે વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને ગત ફેબ્રુઆરી મહિનામાં સગીરાએ તેના વતન પંથકની એક સરકારી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. દુષ્કર્મ બાબતે સગીરાના પિતાએ તેના ફુવા સામે લોધિકા પોલીસ સ્ટેશનમાં જેતે સમયે ફરિયાદ નોંધાવી હતી અને બાળકને તેના વતનની ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યું હતું.

ગત તા.1 ઓગસ્ટના સગીરા દુષ્કર્મ કેસમાં ગોંડલ સેશન્સ કોર્ટમાં હાજર થઇ હતી ત્યારે સગીરાએ તેના માતા-પિતાના ઘરે જવાની ના કહેતા સગીરાને રાજકોટની સંસ્થામાં મોકલી દેવામાં આવી હતી. સગીરાએ લોધિકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, પ્રસૂતિ બાદ પોતે વતનમાં તેના ઘરે હતી ત્યારે તેની માતા, મોટી બહેન અને પાડોશમાં રહેતી પાંચ છ મહિલાઓ ઘરમાં ધસી આવી હતી અને ગાળો ભાંડી ફુવા સાથે સંબંધ નહીં રાખવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મોટી બહેને સગીરાને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ સગીરાને તેની માતા અને અજાણી મહિલાઓએ પકડી રાખી હતી અને મોટી બહેને સગીરાના ગુપ્તાંગમાં મરચાંની ભૂકી છાંટી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *