27 અને 28 ઓગસ્ટની પોરબંદર-શાલિમાર ટ્રેન રદ

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇનને કનેક્ટિવિટી પ્રદાન કરવા સંબંધિત કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. રદ કરવામાં આવેલ ટ્રેનોમાં ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલિમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 27 અને 28 ઓગસ્ટના રોજ રદ રહેશે. ટ્રેન નંબર 12906 શાલિમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ 29 અને 30 ઓગસ્ટના રોજ રદ રહેશે. રેલવે દ્વારા મુસાફરોને ટિકિટ બુકિંગ પહેલાં સમયપત્રક ચકાસવાની સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *