સચીન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ થઈ

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ છે. સાનિયા પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી છે. સાનિયા અર્જુન તેંડુલકરની બાળપણની મિત્ર પણ છે.

ઘઈ પરિવાર હોટેલ ઇન્ટરકોન્ટિનેન્ટલ અને આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરીનો માલિક છે. આ સગાઈ એક ખાનગી સમારોહમાં કરવામાં આવી હતી જેમાં બંને પરિવારો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.

ઇન્ડિયા ટુડે મુજબ, ઘઈ પરિવાર હોસ્પિટાલિટી અને ફૂડ ઉદ્યોગોમાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે અને ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને લોકપ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરીના માલિક છે. ભારત સરકારના સત્તાવાર રેકોર્ડ (કોર્પોરેટ બાબતોના મંત્રાલય) અનુસાર, સાનિયા મુંબઈ સ્થિત શ્રી પૉઝ પેટ સ્પા એન્ડ સ્ટોર એલએલપીમાં ડેઝિગ્નેટેડ પાર્ટનર અને ડિરેક્ટર છે. સાનિયાના પરિવારે ભારત ઉપરાંત પોતાના બિઝનેસનો વિસ્તાર કર્યો છે, જેમાં તેમણે મધ્ય પૂર્વ અને અન્ય વૈશ્વિક બજારોમાં પોતાની ઉપસ્થિતિ સ્થાપિત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *