બાલાજી સિઝનની 4 કિલો વાસી પેટીસનો સ્થળ પર નાશ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શ્રાવણ માસ અને આગામી તહેવારોના લીધે ફરાળી ખાદ્યચીજોની માગ વધી છે, ત્યારે ગ્રાહકોને શુદ્ધ અને સ્વચ્છ આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કુલ 48 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી અને 7 ખાદ્યસામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા.

બાલાજી સિઝનની 4 કિલો વાસી પેટીસનો સ્થળ પર નાશ શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ફરાળી વસ્તુઓનું ચેકિંગ ફૂડ વિભાગની ટીમે હાથ ધર્યું હતું. કાલાવડ રોડ, સાધુ વાસવાણી કુંજ રોડ, કુવાડવા રોડ અને 80 ફૂટ રોડ વિસ્તારમાં ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં 8 વેપારીઓનું સર્વેલન્સ ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન હાઇજેનિક કન્ડિશન અને લાઇસન્સ જેવી બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં બાલાજી સિઝન (સાધુ વાસવાણી કુંજ રોડ) ખાતે 4 કિલો વાસી પેટીસનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, હાઇજેનિક કન્ડિશન જાળવવા અને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *