6 રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો, ઝડપાયેલા જીતુ લંગડી સામે પોલીસ ચોપડે 13 ગુના

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે રિક્ષા ચોરી કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. 6 રિક્ષાઓ સાથે જીતુ લંગડીને ઝડપી પાડવામાં આવ્યો છે. જે જામનગરનો રહેવાસી છે અને તેની સામે ઘરફોડ અને ચોરીના રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર અને અમદાવાદમાં 13 ગુના નોંધાઈ ચૂક્યા છે. પૈસાની જરૂર પડતા આ શખ્સ રિક્ષાઓ ચોરી કરતો હોવાનું સામે આવ્યુ છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત બસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ટીમને ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી એક શખ્સને છ રીક્ષાઓ સાથે પકડવામાં સફળતા મળી છે. આ શખ્સનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી, જે જામનગરના જોડિયાનો રહેવાસી છે. આ છ રીક્ષાઓ પકડવામાં આવતા રાજકોટ શહેરના ટોટલ 4 અને અમદાવાદ સીટી કાલુપુર પોલીસ સ્ટેશનનો એક, ટોટલ એવી રીતે 5 ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવ્યા છે.

આરોપી સામે ઘરફોડ તથા ચોરીના 13 ગુનાઓ દાખલ છે આ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેર, જામનગર, મોરબી તથા અમદાવાદ સીટીમાં ટોટલ 13 ગુનાઓ દાખલ છે. જેમાં ઘરફોડ તથા ચોરીના 13 ગુનાઓ દાખલ છે. આરોપીનું મુખ્ય કારણ છે કે જ્યારે તેને પૈસાની જરૂર પડતી ત્યારે આવી રીતે રીક્ષાઓ ચોરીને પોતે વેચીને પછી પોતાનું ગુજરાન ચલાવતો. જોકે હાલ પોલીસે 6 રિક્ષાઓ સાથે આ શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *