શહેરના યાજ્ઞિક રોડ, જૂના જાગનાથ પ્લોટ શેરી નં.05માં રહેતા રાજાભાઈ મનહરભાઈ ચૌહાણ દ્વારા નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા બહાદુરભાઇ ઘુસાભાઈ સિંધવનું નામ આપ્યું હતું.
ફરિયાદીએ જણાવ્યા અનુસાર, તે સેલ્સમેનની નોકરી કરે છે. અમારે પાડોશી સાથે ઘણા સમયથી માથાકૂટ થતી હોય છે. ગત તા.2ની સમીસાંજે પાડોશી બહાદુરભાઈના ઘરમાંથી પાણી બહાર નીકળતું હોય જે પાણી મારા ઘર બાજુ આવતું હતું. જેથી હું અને મારો ભાઈ બંને બહાર નીકળી ફાયરના માણસોને પૂછવા ગયા હતા કે, આ પાણી બહાર કેમ નીકળે છે ?
દરમિયાન બહાદુરભાઈ બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે, “તારું દરરોજનું થયું અહીંયા જ ઊભો રહેજે,’ કહી ઘરમાં જઈને લોખંડનો પાઈપ કાઢી બંને ભાઈઓને મારવા લાગતા ટોળું એકત્ર થઇ ગયું હતું. બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.