દ્વારકા પંથકના યુવાનનો એકલતાથી કંટાળી રાજકોટમાં આપઘાત

મૂળ દેવભૂમિ દ્વારકા પંથકના યુવકે રાજકોટમાં એકલતાથી કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના કેનેડી ગામના વતની જયેશભાઈ પ્રેમજીભાઈ સોનાગરા(ઉ.વ.35) નામના યુવાને રાજકોટ ગાંધીગ્રામ શાહનગર-3માં પોતાના રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે.

બનાવ અંગે 108 ઇએમટીને જાણ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી. આપઘાત કરનાર જયેશભાઈ મૂળ દેવભૂમિ દ્વારકા પંથકના વતની હતા. બે મહિના પૂર્વે રાજકોટ આવ્યા હતા. મેટોડામાં આવેલી બાલાજી વેફર્સ કંપનીમાં નોકરી કરતા હતા. પરિવાર વતનમાં સ્થાયી હોય અને પોતે અહીં રૂમ ભાડે રાખીને રહેતા હતા. એકલતાભર્યા જીવનથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *