રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગની બેઠક, ત્રણ કેસમાં FIR દાખલ કરાશે

રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બુધવારે લેન્ડ ગ્રેબિંગની બેઠક મળી હતી. આ બેઠકમાં કુલ 62 કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. જ્યારે 15 અરજદારને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા અને 42 કેસમાં હવે હિયરિંગ કરાશે. આ સિવાય ત્રણ કેસમાં એફ.આઇ.આર. દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં કલેક્ટર ઉપરાંત પોલીસ વિભાગના અધિકારી તેમજ અલગ-અલગ ક્ષેત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. જે કેસ આવ્યા હતા.તેમાંથી ચાર કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. તેમજ 42 કેસ પડતા મુકાયા છે. હવે આગામી માસમાં ફરી લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે. જેમાં અન્ય કેસોની સુનાવણી કરાશે.

આ ઉપરાંત રેવન્યુ કેસનો નિકાલ થાય તે માટે હવે સપ્તાહમાં ત્રણ વાર મહેસૂલ વિભાગની બેઠક બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય રાજકોટ જિલ્લાકક્ષાની ફરિયાદ સહસંકલન સમિતિની ઓગસ્ટ માસની બેઠક 22ના રોજ મળશે.જે કલેક્ટર કચેરી ખાતે સવારે 11.00 કલાકે મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *