બે યુવાન અને બે પ્રૌઢ સહિત પાંચના હૃદય થંભી જવાથી મૃત્યુ

હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવો વધ્યા છે. ત્યારે રસૂલપરા અને બેડીપરામાં રહેતા યુવાનનું, કોઠારિયા કોલોની અને નવાગામ પોલીસ ચોકી પાસે રહેતા પ્રૌઢનું હૃદય થંભી જવાથી મોત નીપજ્યું છે.

રસૂલપરામાં રહેતો 18 વર્ષનો યુવાન રોનક મદનભાઈ પ્રજાપતિ (ઉ.વ.18)નું સાંજે ગોંડલ રોડ પુનિતનગર પાણીના ટાંકા નજીક ચા પીવા ઊભો હતો ત્યારે એકાએક બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર પૂર્વે જ યુવાનનું મૃત્યુ થયું હતું.

બીજા બનાવમાં નવાગામ પોલીસ ચોકીની સામે આવાસ ક્વાર્ટર બ્લોક નં-12માં રહેતાં હનિફભાઇ રજાકભાઈ મંધરા(ઉ.વ.51)નું બપોરે બારેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

જ્યારે ત્રીજા બનાવમાં કોઠારિયા કોલોની શેરી નં.2 રહેતા દિનેશભાઈ મગનભાઈ પીઠડિયા (ઉ.વ.68) સવારે ઘરેથી બેભાન હાલતમાં મળી આવતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ચોથા બનાવમાં બેડીપરા ખીટ શેરી નં.2માં રહેતાં રમેશભાઈ દેવાભાઈ મકવાણા (ઉ.વ.43)નામના યુવાન સવારે પાંચ વાગ્યે જાગ્યા ત્યારે એકાએક ઢળી પડતાં સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં તબીબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતા.

સેન્ટ્રલ જેલમાં ડબલ મર્ડર કેસમાં પાકા કામના કેદી પ્રવીણભાઈ મણિયાર આંચકી ઉપડ્યા બાદ બેભાન થઈ જવાથી મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *