પડધરીમાં પીજીવીસીએલ એ ખેતીવાડી ફીડરનો લોડ અલગ અલગ કરી આપ્યો

પડધરીના લોકોને વારંવાર સહન કરવા પડતા વીજ વિક્ષેપ અંગે ધારાસભ્ય અને પીજીવીસીએલના અધિકારીઓને વારંવાર ફરિયાદો પહોંચતાં અંતે ખેતીવાડી વીજ જોડાણોનો લોડ કરી આપવાની કામગીરી હાથ ધરતા પંથકમાં રાહતની લાગણી ફરી વળી છે.

ધારાસભ્ય દુર્લભજી દેથરીયા સરપદડ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખેતીવાડી વીજ ગ્રાહકોને પડતા વીજ વિક્ષેપ બાબતે, ગ્રામ્ય આગેવાનો અને ખેડૂતો દ્વારા કરવામાં આવેલી સફળ રજૂઆતના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય અધિક્ષક ઇજનેર જે.બી ઉપાધ્યાયની સૂચનાથી અને કાર્યપાલક પટેલના માર્ગદર્શન હેઠળ પડધરી પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર કલોલા તથા લાઠીયા અને તેમની ટીમ દ્વારા સોમનાથ ખેતીવાડી ફીડરનું બાયફર્ગેશન કરી

નવું પાર્વતી ખેતીવાડી ફીડર બનાવી ખેતીવાડી વીજ કનેક્શનનો લોડ અલગ કરીને બે વિસ્તારમાં ભાગ પાડી પડતા વીજ વિક્ષેપ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરી આપવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરી દરમ્યાન તાલુકા પંચાયત ઉપ પ્રમુખ મુકેશભાઈ ભાઈ, તાલુકા પંચાયત ચેરમેન ભયલુભા તેમજ તાલુકા ભાજપ પ્રમુખનિલેશભાઈ ડોડીયા, છગનભાઇ વાંસજાલીયા, તરશીભાઈ તળપરા, બાવનજીભાઈ મેતલિયા વગેરેનો સહકાર સાંપડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *