આટકોટના ચિતલીયા ગામે આવેલા શિતળા સાતમના એ શિતળા માતાજીના મંદિરે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જસદણ, આટકોટ, વીરનગર, જંગવડ, પાંચવડા સહિતના ગામના ભક્તો શિતળા માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે , તેમજ મેળાનો આનંદ માણે છે.
આ મેળાને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનાં હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં ચિતલીયાનાં સરપંચ ગામનાં આગેવાનો પુજારી તેમજ કાર્યકરોએ હાજરી આપી હતી. મંત્રીએ શિતળા માતાજીના દર્શન કર્યા હતા અને દેશ દુનિયામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ સ્થપાય તેવા માતાજીના આશીર્વાદ લીધા હતા તેમજ રામાપીરનાં દર્શન કર્યા હતા.