રાજકોટના વોર્ડ નંબર 14માં આવેલ 1-10 વાણિયાવાડીમાં પટેલ સેવા સમાજ ટ્રસ્ટની વાડી છે. જેમાં સરવે નંબર 337 પૈકી પ્લોટ નં.16માં ગેરકાયદેસરના બાંધકામ દૂર કરવા તંત્ર દ્વારા ખોટા જવાબો આપવામાં આવે છે. તે અંગેની રજૂઆત પરેશભાઈ ખૂંટે મુખ્યમંત્રીને કરી છે.
જેમાં જણાવ્યું છે કે, ફાયર એન.ઓ.સી. અંગે રાજકોટ ચીફ ફાયર ઓફિસર પાસેથી માહિતી મગાતા તેમણે રેકર્ડ નહિ હોવાનું કહ્યું હતું. તેમજ આ અંંગે જવાબદારો સામે પગલાં ભરવા માગણી કરવામાં આવી છે.
પરેશભાઈ ખૂંટે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટમાં ટી.આર.પી.ગેમ ઝોનકાંડ બાદ ફાયર એન.ઓ.સી. ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સંસ્થાએ ફાયર એન.ઓ.સી. મેળવ્યું નથી. આ બાબતે એન.વી.પટેલે એન.ઓ.સી. આપવા ચીફ ફાયર ઓફિસરને ભલામણ કરી હતી.
જેના અનુસંધાને ચીફ ફાયર ઓફિસ 23 જુલાઇ 2024ના રોજ પટેલ સમાજને રાજકીય વગના કારણે ગેરકાયદેસર રીતે એન.ઓ.સી. આપવામાં આવ્યું છે જે અંગેના કોઇ રેકર્ડ મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ નથી તેવું જણાવ્યું છે.
આ સિવાય સંસ્થાના 40 વર્ષ જૂના વધારાના ગેરકાયદેસરના બાંધકામને દૂર કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં દૂર કરવા માટે રાજકોટ મનપા દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરાઇ નથી. તેમજ સંસ્થા દ્વારા ગેરકાયદેસર ઊભા કરેલા બાંધકામને ઈમ્પેકટ ફી રેગ્યુલાઈઝ કરવા માટે કોઇ કાર્યવાહી થઈ નથી. જેથી યોગ્ય પગલા ભરવા જણાવ્યું છે.