IPOમાં રોકાણથી મોટી આવકની લાલચ આપી દંપતીએ આધેડ સાથે 25.10 લાખની ઠગાઇ કરી

આઇપીઓમાં રોકાણથી મોટી આવકની લાલચ આપી વધુએક છેતરપિંડીની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે. આધેડને વધુ વળતરની લાલચ આપી દંપતીએ રૂ.25.10 લાખનું રોકાણ કરાવ્યું હતું. આધેડને વધુ રકમ તો મળી નહોતી, પરંતુ મૂળ રકમ ગુમાવવી પડી હતી.

બિગબજાર સામેના કરણપાર્કમાં રહેતા ચંદ્રેશભાઇ ધીરજલાલ પંડ્યા (ઉ.વ.49)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જામનગર રોડ પરની વિનાયક વાટિકામાં રહેતા નિકુંજ વિનોદરાય ત્રિવેદી અને તેના પત્ની મિતલ નિકુંજ ત્રિવેદીના નામ આપ્યા હતા.

ચંદ્રેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મિત્ર મારફત નિકુંજ ત્રિવેદીનો પરિચય થયો હતો અને તેણે કહ્યું હતું કે, શરેબજારમાં પોતાની પેઢી મારવાડી ફાાઇનાન્સિયલ સર્વિસની ફ્રેન્ચાઇઝી છે તે તેમના પત્ની મિતલબેનના નામની છે, અને તેમની ઓફિસ અયોધ્યા ચોકમાં ટાઇમ સ્કવેર બિલ્ડિંગમાં આવેલી છે.

થોડા દિવસ બાદ ચંદ્રેશભાઇ તેમની ઓફિસે ગયા હતા ત્યારે નિકુંજ અને તેના પત્ની મિતલ બંને હાજર હતા. દંપતીએ કહ્યું હતું કે, તમે અમારી કંપનીમાં રોકાણ કરો, આઇપીઓમાં રોકાણ કરશો તો તમને રોકાણ કરેલી રકમ તથા વળતર પેટેની રકમ દશ દિવસમાં મળી જશે. ત્રિવેદી દંપતીની વાતમાં આવીને ચંદ્રેશભાઇએ પોતાના તથા તેમના પત્ની અલ્પાબેનના નામે કટકે કટકે રૂ.25,10,103નું રોકાણ કર્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *